ગાંધીનગર: રાજ્યના ગત વર્ષના બજેટમાં ખેડૂતોને વીજજોડાણો તુરંત આપી દેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ૧,૦૬,૬૬૪ ખેતી વિષયક વીજજોડાણ મેળવવાની અરજીઓ પડતર છે અને તેમાં રપ,ર૬૧ અરજીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી અને ર,૧પ૭ અરજીઓ બે વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧પ,ર૬૬ અરજીઓ પડતર છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ બે વર્ષ કરતાં વધુ સમયથી પડતર અરજીઓ ર,૧ર૩ છે. ખેતીના વીજજોડાણ માટે જે અરજીઓ પડતર છે તેની જિલ્લાવાર આંકડાકીય માહિતી મુજબ અમરેલી ૧૯૯૧, જૂનાગઢ ૩૩૯૩, ગીર સોમનાથ ર૧૦૧, જામનગર ૩૭પ૦, દ્વારકા ૯૬૪૪, સુરેન્દ્રનગર પ૭ર૧, બોટાદ ૧૭૧૩, રાજકોટ ૪૩૧પ, કચ્છ ર૬૪૪ વગેરેનો સમાવેશ થાય છે.
Related Posts
*સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.*
*સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત…
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂકછેલ્લા 10 વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. હવે…
રાજપીપલા ખાતે નવીન લેબ કાર્યરત
રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે મંજૂર થયેલી RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરીનો પ્રારંભઃ રાજપીપલા ખાતે નવીન લેબ કાર્યરત રાજપીપલા,તા 6 નર્મદા…