દેડિયાપાડા તાલુકાના કલતર ગામની નદીના પુલ પર મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં ગંભીર ઈજા થતા મોત.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ક્લતર ગામની નદીના પુલ પરથી પસાર થતી મોટરસાઇકલ સ્લીપ થઇ જતાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો ની ફરિયાદ નોંધાવી છે.
જેમાં મરનાર કિશનભાઇ દશરિયાભાઈ વસાવા (રહે કલતર ) તા. 20/11/19 ના રોજ રાત્રીના પોતાના ઘરેથી મોટરસાયકલ નંબર જીજે 22 એલ 3532 લઈને ફરવા નીકળ્યો હતો, અને દેડીયાપાડા તરફ આવતા કલતર ગામની સીમમાં આવેલ નદી ઉપર પુલ ઉપર તેની મોટરસાઈકલ સ્લીપ થઇ જતા તે નીચે પડી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે પ્રથમ દેડીયાપાડા હોસ્પિટલ તથા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ ખાતે દાખલ કરેલ તે સારવાર દરમિયાન તા. 29/ 12 /2020 ના રોજ મોત નીપજયું હતું. આ બાબતની જાણ દશરિયાભાઈ જેઠીયાભાઈ વસાવાએ પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.