*શાહીનબાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ “આપ” સાથે જોડાયેલો છેઃ દિલ્હી પોલીસ*

નવી દિલ્હીઃ શાહીનબાગમાં ફાયરિંગ કરનારા આરોપી કપિલ ગુર્જરને લઈને દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. આ દાવા બાદ આરોપીના પિતા ગજે સિંહનું પણ નિવેદન આવી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો હતો તે સમયે જબરદસ્તી આવીને ટોપી પહેરાવી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સાથે અમારો કોઈ સંબંધ નથી. હું રાજનીતિમાં આવ્યો હતો, પરંતુ 2012 સુધી બહુજન સમાજ પાર્ટીમાં રહ્યો હતો. બસપામાં આવ્યા બાદ મારી તબિયત ખરાબ રહેતી હતી પછી મે રાજનીતિ છોડી દીધી હતી