*રખડતાં ગૌવંશની કતલ કરી, માંસ વેચી કમાણી કરતા ભુજના પિતા-પુત્ર ઝડપાયા*

ભુજ: શહેરમાં રખડતાં ગૌવંશની કતલ કરતાં ભુજના પિતા-પુત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે શહેરના ભીડનાકા બહાર, દાદુપીર રોડ પર આવેલા ભીંડીયારા ફળિયામાં લતીફ ઈબ્રાહીમ મોખા ના મકાનમાં છાપો મારી, મકાનમાંથી ૧૦ હજાર રૂપિયાની કિંમતનું આશરે ૨૦૦ કિલોગ્રામ માંસ એક એક્ટિવા, વજનકાંટો, કુહાડી, પાંચ છરા, પ્લાસ્ટિકના કાળા રંગના ઝભલામાં પડેલી ૧૨ હજાર ૯૫૦ની રોકડ રકમ, ૩ મોબાઈલ ફોન વગેરે ચીજવસ્તુ જપ્ત કરી હતી. પોલીસને જોઈ લતીફ અને તેનો પુત્ર ઈરફાન દીવાલ કૂદીને નાસી ગયા હતા