*એમપીમાં વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં ભાજપ*

એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસે બેઠક યોજી. જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 26 માર્ચે મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે 16 માર્ચથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે