સિસોદરા ગામે લીઝના વિરૂધ્ધમાં લીઝના ધારક ઓડ હરેશભાઈ ગેમલભાઈ દ્વારા ગામના લોકો વિરુદ્ધ ખોટા કેસો કરવા બાબત ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત.

છેલ્લા કેટલાક વખતથી સિસોદરા ગામ માલી ધારક દ્વારા ગામની નદી કિનારાના ભાઠા રેતીખનન કરવાના મામલે લીઝ ધારક અને ગ્રામજનો દ્વારા ગજગ્રાહ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા રેતી ઉલેચવાનું મશીન મૂકી જતા કારના કાચ તોડી ગ્રામજનોને માથે પડતા ગ્રામજનો રોષે ભરાયા હતા, અને જિલ્લા પોલીસ વડાની ગામના સરપંચ દ્વારા લેખિત ફરિયાદ કરી છે. સિસોદરા ગામના વિરુદ્ધ માં લીઝના ધારક ઓડ હરેશભાઈ ગેમલભાઈ દ્વારા ગામના લોકો વિરુદ્ધ ખોટા કેસો કરવા બાબત ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે સિસોદરા ગામ માં ગેરકાયદેસર ખોટી રીતે લીઝ હરેશભાઈ મંજુર કરેલ છે જે બાબતે સિસોદરા ગામ ના લોકો નો ઉગ્ર વિરોધ ચાલે છે તેમજ સમસ્ત ગામ લોકો ભેગા થઈને ઉગ્ર અલગ પણ લડે છે તેમ છતાં પણ બીજધારી ખોટી રીતે મંજૂર કરાવી લાવી સિસોદરા ગામ માં પૈસાના જોરે ગામ લોકો વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરે છે.તેમજ ગામમાં આવી ગામલોકોને તમારી સામે ખોટો કેસ કરીશ તેમ જ ગમે તેવી ધમકી આપી જાય છે. જેથી ગામના લોકો અંદરોઅંદર લડવા માંડે છે. અમારા સિસોદરા ગામના સમસ્ત ગામ લોકોની અરજી છે કે ઓડ હરેશભાઈ ગેમલભાઈ જો ગામમાં સુલેહ બંધ કરાવે છે. તેમજ ગામલોકોની શાંતિ તેમજ ગામનું વાતાવરણ મળવાની માંગે છે તેમજ આ અસામાજિક તત્વોનો સલાહકાર નહીં ગામમાં ખોટા ઝઘડા કરાવવા માંગે છે જેથી ગ્રામજનોએ ગામ લોકો વતી તમામ શાંતિ રહે તેમજ લોકો વચ્ચે ભયનો માહોલ ન રહે તે માટે ઓડ હરેશભાઈ ગેમલભાઈ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરી છે.