13મી માર્ચે રાજપીપળા નગરપાલિકાની ખાસ સામાન્ય સાધારણ સભા માં નવા વર્ષનું બજેટ રજૂ થશે.

છ માસિક અને નવ માસિક હિસાબો તથા એજન્ડા ઉપર પણ ચર્ચા હાથ ધરાશે.

13મી માર્ચે રાજપીપળા નગરપાલિકાની ખાસ સામાન્ય સાધારણ સભા બોલાવાઈ છે. જેમાં નવા વર્ષનું બજેટ રજૂ થશે, ઉપરાંત 13મી માર્ચે રાજપીપળા નગરપાલિકાની ખાસ સામાન્ય સાધારણ સભામાં વર્ષનું બજેટ રજૂ થશે.
નગરપાલિકાના પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સાધારણ સભા તા.13/3/2019 ને શુક્રવારના રોજ સાંજના 5:30 કલાકે નગરપાલિકા કચેરી સભાખંડમાં રાખવામાં આવેલ છે. જેમાં સપ્ટેમ્બર 2019 સુધીનો છમાસિક હિસાબ કારોબારી કારોબારી કમીટી તા.4/3/2019 થી મંજૂર કરી જનરલ બોર્ડના મંજુર કરવામાં આવેલ ભલામણ અન્વયે મંજૂર કરવા બાબત તથા રાજપીપળા નગરપાલિકા નો સને 2019-20 ના વર્ષનો એપ્રિલ 2019 થી ડિસેમ્બર 2019 સુધીનો નવ માસિક હિસાબ તથા રાજપીપળા નગરપાલિકાનો સને 2020 – 21 ના વર્ષનું બજેટ રાજપીપળા નગરપાલિકાના બાંધકામ શાખાના પરચુરણ સિવિલ વર્કના વાર્ષિક ભાવો તથા અન્ય શાખાના જરૂરિયાત મુજબના વાર્ષિક ભાવોના ટેન્ડર મંગાવવા માટે તથા રાજપીપળા નગરપાલિકાની વિવિધ શાખાની સેવાઓના યૂઝર ચાર્જ નક્કી કરવા બાબત,તેમજ રાજપીપળા નગરપાલિકા વિસ્તારની જગ્યાઓ પર ખાણીપીણી તથા પથારાના દૈનિક ભાડાંના દરોમાં સુધારા કરવા બાબત સામાન્ય સાધારણ સભા પાલિકા પ્રમુખે એજન્ડા સાથે સર્ક્યુલર બહાર પાડી કરવામાં આવેલ છે.