સખેદ જણાવવાનું કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદના પૂર્વ કોઠારી સ્વામી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય સત્સંગીજીવનદાસ સ્વામી આજે બપોરે ૩.૧૫ વાગે અમદાવાદ ખાતે અક્ષરનિવાસી થયા છે. સંસ્થાના સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આવતીકાલે તા. 10-3-2020ના રોજ સવારે 9:00 વાગે શાહીબાગ મંદિરે તેઓનો અંતિમપૂજન વિધિ થશે અને ત્યારબાદ તેઓની અંતિમયાત્રા નીકળશે. તેઓનો અંતિમ સંસ્કાર નેનપુર શાંતિવન ખાતે સવારે 10:30 કરવામાં આવશે. સર્વે હરિભક્તોએ તેની ખાસ નોંધ લેવી.
– સાધુ સ્વયંપ્રકાશદાસ (ડોક્ટર સ્વામી)ના જય સ્વામિનારાયણ