*અમેરિકાએ પાકિસ્તાન સાથે વેપાર કરાર માટે લાલજાજમ પાથરી ભારતને ઠેંગો*

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પૂરી થતાંની સાથે પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનો પ્રેમ દેખાવા લાગ્યો છે. ઇસ્લામાબાદ પહોંચેલા અમેરિકાના વાણિજ્યમંત્રી વિલ્બર રોસે પાકિસ્તાન સાથે વેપાર કરાર વધારવાની વાત કરી છે. ટ્રમ્પે ભારતમાં વેપાર કરાર બાબતે ભવિષ્ય પર મામલો ઢોળી દીધો હતો. ટ્રમ્પની મુલાકાત સમયે ફક્ત રક્ષા કરાર થયા છે. ટ્રેડ કરાર બાબતે હજુ પણ આ મામલે અદ્ધરતાલ છે. ટ્રમ્પ અને ભારતે બે કોમર્સ મીનિસ્ટર વચ્ચે થયેલી વાતચીત હાકારત્મક દિશામાં આગળ વધારીશું એવો સંકેત આપ્યો હતો. જોકે, પાકિસ્તાનમાં તો કોમર્સ મીનિસ્ટર કરાર કરવા ઉત્સુક છે. અમદાવાદમાં ટ્રમ્પની મુલાકાત માટે સરકારે 100 કરોડનો ખર્ચ કર્યો છે. એમાં ભારત સાથે અમેરિકાના સંબંધો સુધારવાની બાબત મુખ્ય હતી. ટ્રમ્પ સારા સારા વચનો બોલીને અમેરિકા રવાના થયા છે પણ જે રક્ષા કરાર થયા છે તે અંગેની વાતચીત 2018થી ભારત અને અમેરિકા વચ્ચે ચાલતી હતી.