ડીસીપી ઝોન 7નો પોલીસને આદેશ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.

અમદાવાદ : આઇપીએસ પ્રેમસુખ દેલુએ અમદાવાદનાં ઝોન 7 ડીસીપીનો ચાર્જ લીધાના ગણતરીના દિવસોમાં તેમના તાબામાં આવતા 7 પોલીસ સ્ટેશનનાં તમામ PIને બોલાવ્યા હતાં અને બેઠક યોજી હતી. દેલુએ પોલીસ અધિકારીઓને દારૂ જુગારના અડ્ડા પર દરોડા પાડી સપાટો બોલાવવા સૂચના આપી હતી. સાથે સાથે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, “દારૂ જુગારમાં તેમના તાબામાં આવતાં પો. સ્ટેમાં કોઈ પણ પોલીસ અધિકારીની સંડોવણી બહાર આવી તો કાર્યવાહી કરશે.” ડીસીપી ઝોન 7માં સેટેલાઈટ, પાલડી, વાસણા, એલિસબ્રિજ, સરખેજ, આંનદનગર, વેજલપુર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આઇપીએસ પ્રેમસુખ દેલુએ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, “આ સાત પોલીસ સ્ટેશનમાં દારૂ, જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર બંધ રહેવી જોઈએ.”