સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરતા આદિવાસીઓ મન મુકીને નાચગાન કરશે.
આખી રાત આદિવાસી ઢોલ, નગારા, શરણાઇ અને વાંજીત્રો સાથે નાચગાન કરી હોળીના ગીતો ગાય આદિવાસી સંસ્કૃતિને જીવંત કરશે.
નાદોદ તાલુકાના રુંઢ ગામે એક જ સામુહિક હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો અને ભાઈચારા એકતાનો સંદેશ પાઠવશે.
નર્મદામાં વૈદિકનું પણ આયોજન.
નર્મદા જિલ્લામાં આદિવાસીઓનું મુખ્ય તહેવાર હોળી પર્વ એ સોમવારે ભારે આનંદ અને ઉલ્લાસ ઉજવાશે. સોમવારથી નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ દિવસ સુધી હોળી પર્વ રંગેચંગે પ્રારંભ થશે. હોળીના દિવસે હોળી પ્રગટાવી ઢોલ, નગારા, શરણાઇ વાજિંત્રો વગાડી હોળીના ગીતો ગાયને નાચગાન કર્તા આદિવાસીઓએ ભાઈચારાની ભાવના સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરશે. હોળી પર્વ એ આદિવાસીઓ પર પ્રાંતમાંથી માદરે વતન પાછા ફર્યા છે અને હોડી ધૂળેટી ની ધૂમ ખરીદી કરી હતી. હોળી ધુળેટી પછી પાંચ દિવસ સુધી આદિવાસીઓમાં લોકપ્રિય ગણાતું ઘેરૈયા આદિવાસી નૃત્યની રમઝટ બોલાવશે.
રાજપીપળામાં ભારે શ્રદ્ધાપૂર્વક હોળી પર્વ મનાવાશે. મહિલાઓ હોલિકાનું પૂજન કરી પ્રદક્ષિણા કરી શ્રીફળ ભૂમિ પૂજન કરશે. ગામડાઓમાં મોટીસંખ્યામાં આદિવાસીઓ ઢોલ, નગારા, શરણાઇ, વગાડી નાચગાન કરી હોળી ગીતો ગાશે. જ્યારે નાંદોદ તાલુકાના રુંઢ ગામે એક મહિનાથી ઘરે ઘરેથી લાકડાનો ઉઘરાવી હોળીના દિવસે ગામ આખાએ ભેગા થઈને ગામમાં એક જ સમૂહ હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો અને ભાઈચારાનો એકતાનો સંદેશો પાઠવશે.
રાજપીપળા ખાતે આદિવાસી સમાજ સૌથી અલગ અને સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓ એકતા દિન મનાવે છે. રાજપીપળામાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં હોવાથી આદિવાસીઓ પોતાની હોડી અલગ રીતે ઉજવે છે. રાજપીપળામાં આદિવાસીઓ રાજપીપળામાં સમગ્ર નગરમાં તમામ હોળી સળગ્યા પછી રાત્રે બાર વાગ્યે મોતીબાગ ફળિયામાં આદિવાસીઓની સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓએ એકતા દિન મનાવશે તો નગરપાલિકાના કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આ દિવસે અમે તમામ વેરઝેર ભૂલીને એકબીજાની સાથે હળી-મળીને હોળી પર્વ મનાવીએ છીએ. રાજપીપળામાં બધી જગ્યાએ હોળિ સળગ્યા પછી ગામમાં બધા આદિવાસી ઓ એક જ જગ્યાએ સાથે મળીને સમૂહમાં હોળી રમી શકે તે માટે ગામમાં સૌથી છેલ્લી મોડી રાત્રે 12 વાગ્યે હોળી પ્રગટાવી હોળીના ગીતો ગાઈને નાચગાન કરાય છે.
નર્મદામાં હોળી પર્વ એ રાજપીપળા, તિલકવાડા માં પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશો સાથે વૈદિક હોળીનું આયોજન પણ કરાયું છે. જેમાં લાકડાનો ઉપયોગ સદંતર બંધ કરી તેને બદલે દેશી ગાયના ગોબર છાના પ્રગટાવી ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે અને લાકડા બચાવી પર્યાવરણનો અનોખો સંદેશો પાઠવશે.