રાજપીપળા સહિત નર્મદા માં સોમવારે ભારે આનંદ અને ઉલ્લાસ ભેર હોળી ધૂળેટી પર્વ ઉજવાશે.

માદરે વતનથી પાછા ફર્યા રાજપીપળામાં પૂર્વ સંધ્યાએ આદિવાસીઓએ હોળીની ધૂમ ખરીદી કરી.
નર્મદાના આદિવાસી હોળી પ્રગટાવી ઢોલ, નગારા, શણગાર વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરશે.
નર્મદામાં હોળીના દિવસે આદિવાસીઓમાં મરઘા બકરાનો બલિ ચઢાવવાનો રિવાજ.
બલિ ચઢાવી પોતાની બાધા-આખડી પૂરી કરતા દિવસે હોળીના દિવસે દેશી દારૂ પણ પીવાનો રિવાજ.

નર્મદા જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી પર્વ એ સોમવારે ભારે આનંદ અને ઉલ્લાસભેર ઉજવાશે, આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી હોવાથી હોળી પર્વ ઉજવવામાં આદિવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સોમવારથી નર્મદા ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ દિવસ સુધી હોળી પર્વની રંગેચંગે પ્રારંભ થશે હોળીના દિવસે ઠેર-ઠેર હોળી પ્રગટાવી ઢોલ નગારા શરણાઇ વાજિંત્રો વગાડ્યાં હોળીના ગીતો ગાય નાચગાન કરી હોળી પર્વ ઉજવશે. અહીં આદિવાસીઓના મેળાઓ પણ ભરાય છે. આદિવાસીઓએ ભાઈચારાની ભાવના સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળાઓમાં ઉત્સાહભેર ભાગ લેશે, હોળી પર્વ એ આદિવાસી ઓ પર પ્રાંતમાંથી માદરે વતનમાં પાછા ફર્યા છે. અને હોળી-ધુળેટીની ધૂમ ખરીદી કરી હતી. હવે ધુળેટી પછી પાંચ દિવસ સુધી આદિવાસીઓમાં લોકપ્રિય ગણાતું ઘેરૈયા આદિવાસી નૃત્ય ની રમઝટ બોલાવાતી.
હોળીના દિવસે આદિવાસીઓમાં મરઘા બકરાનો બલિ ચઢાવવાનો રિવાજ હોવાથી ખાનગી ધોરણે આદિવાસીઓએ મરઘા બકરાનો બલિ ચઢાવવાનો રિવાજ છે. બલિ ચઢાવી પોતાની બાધા-આખડી પૂરી કરે છે. હોળીના દિવસે દેશી દારૂ પણ પીવાનો રિવાજ પ્રચલિત છે. જોકે ક્રમશઃ બલિપ્રથા હવે ક્રમશઃ બંધ થવા આવી છે કેટલાક આદિવાસીઓ મરઘા, બકરા રમતા મૂકીને મરઘા. બકરાનો બલિ ચઢાવવા ચડાવી તેનો પ્રસાદ વહેંચે છે.