*એમપીના નાથે રાજીનામું ધરી દીધું*

ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ૨૨ વિધાનસભ્યોના બળવા પછીની કૉંગ્રેસ સરકાર ગૃહનો વિશ્ર્વાસ ધરાવે છે કે કેમ તે સાબિત કરવા ફલોર ટેસ્ટ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તેના બીજા દિવસે કમલનાથનું રાજીનામું આવી પડ્યું છે. કમલનાથે રાજભવનમાં ગર્વનર લાલજી ટંડનને રાજીનામું આપ્યું હતું. ગર્વનરે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને નવા મુખ્ય પ્રધાન ચાર્જ સંભાળે ત્યાં સુધી કેરટેકર મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવા કહ્યું હતું.