*અડાજણમાં એસ્કોન પ્લાઝામાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ*

સુરતઃ અડાજણના એસ્કોન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ કહી શકાય છે. આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. જો કે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો હતો.