વિવાદિત સહજાનંદ હોસ્ટેલ : યુવતીઓને માસિક દરમિયાન અલગ જ રૂમમાં રહેવું પડેશે

ભૂજની વિવાદિત સહજાનંદ હોસ્ટેલના નિયમોમાં કોઈ ફેરફાર થશે નહી. યુવતીઓને માસિક દરમિયાન અલગ જ રૂમમાં રહેવું પડે છે. Mc છાત્રો માટે અલગ વ્યવસ્થા છે. નિયમોના ફેરફાર કરવાની સત્તા ફક્ત મંદિર પાસે છે. 21મી સદીમાં પણ મહિલાઓની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરાશે. માસિક પિરિયડની છાત્રાઓને બેઝમેન્ટમાં અલગ રાખવામાં આવે છે. જ્યાં 3 દિવસ સુધી એજ રૂમમાં રહેવું ફરજીયાત છે.ભૂજની સહજાનંદ ગલ્સૅ કોલેજમાં માસિક ધર્મને લઇને માથાકૂટ થઇ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ, રાજ્ય સરકારે પણ આ વાતને ગંભીરતાથી લીધી છે. હવે રહી રહીને ચાર લોકોની ધરપકડ કરાઇ છે. જો કે આમ છતા સહજાનંદ કોલેજમાં ભણતી યુવતીઓ જ્યારે માસિક ધર્મમાં હશે ત્યારે તેઓએ કોલેજના નિયમો પાળવા જ પડશે