*પૂર્વ MLA અને ઉદ્યોગપતિ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની કારમાં આગ*

ભાવનગર હાઇવે પર સરધારના હલેન્ડા ગામ નજીક કોંગ્રેસના પૂર્વ MLA અને ઉદ્યોગપતિ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની રેન્જ રોવર કારમાં આગ ફાટી નીકળી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કારમાં નહોતા. તેમનો ડ્રાઇવર કાર લઇને નીકળ્યો હતો. જોકે ડ્રાઇવર સહિત કારમાં બેઠેલા 3 લોકો સમયસર કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.