*ગાંધીનગર જિલ્લા પંચાયતનું તા.20મીએ બજેટ પસાર થશેે*

વર્ષ ૨૦૧૯-૨૦પુર્ણ થવા જઇ રહ્યું છે અને નવું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧શરૂ થઇ રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતનું સ્વભંડોળ સહિતનું અંદાજપત્ર આગામી તા.૨૦મી રજુ કરવામાં આવશે.આ બજેટ પુરાંતવાળું હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે બજેટમાં ખાસ કરીને આગામી દિવસોમાં પીવાના અને પીયતના પાણીની સમસ્યા સર્જાવાની વકી છે તેની સામે વધારાની ખાસ જોગવાઇ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે