*આણંદ-વિદ્યાનગર રોડ પર સ્પામાં વર્ક પરમીટ વગર કામ કરતી થાઈલેન્ડની 4 યુવતી પકડાઈ*

આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ એક સ્પા સેન્ટર ખાતે સીઆઈડી ક્રાઈમ પોલીસે ઓચિંતો છાપો મારીને વર્કપરમીટ વિના મસાજનું કામ કરતી થાઈલેન્ડની ચાર યુવતીઓને ઝડપી પાડી હતી. પોલીસે સ્પા સેન્ટરના માલિક સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.