સોલાપુરમાં 16 વર્ષીય યુવતી પર 10 લોકો દ્વારા બળાત્કાર : પાંચની ધરપકડ

સોલાપુરઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં 16 વર્ષીય દલિત તરુણ યુવતી પર છ મહિનાથી 10 લોકો બળાત્કાર કરતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ 10 આરોપીઓમાંથી પાંચ આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 376-D (ગેન્ગરેપ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોસ્કો) અને શિડ્યુલ્ડ કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ)ની જોગવાઈ પણ લગાડવામાં આવી છે