પ્રેસનોટ

અમદાવાદ શહેર માંફરજ બજાવતા પોલીસ કર્મચારી નુ ખુન કરી અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મ્રુદામાલ સાથે જબ્બે કરતી પ્રાંતિજ પોલીસ
ગઇ તા.૨૯/૦૧/૨૦૨૦ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નિશાબહેન વા/ઓ અશ્વીનકુમાર કાંન્તીલાલા ચાવડા એ આવી જાહેર કરેલકે પોતાના પતી અશ્વીનકુમાર કાંન્તીલાલા ચાવડા ઉ.વ-૩૯ રહે. અમદાવાદ સુમીન પાર્ક સોસાયટી મ.નં-૧૫૨/બી સેજલ નગર કૃષ્ણનગર સૈજપુર બોઘા મુળ રહે.કડી રોહિતવાસ ટાવરની બાજુમાં વાળા જેઓ કારંઝ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા હતા તેમને સુખડ ગામની સીમમાં રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે રાત્રીના સમયે હડફેટે લઇ મોત નીપજાવેલાની ફરીયાદ આપેલ જે ફરીયાદ આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર.નંબર-૧૧૨૦૯૦૪૧૨૦૦૦૪૩/૨૦ ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪બી મુજબનો ગુન્હો રજિસ્ટર કરવામાં આવેલ જે ગુન્હાની તપાસની ગંભીરતા ધ્યાને લઇ મે.પોલીસ અધીક્ષક સાહેબ શ્રી ચૈતન્ય મંડલીક સાહેબશ્રી તથા એ.એસ.પી.સુ.શ્રી લવીના સિન્હા સાહેબ નાઓની સીધી દેખરેખ નીચે નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.એસ.સુર્યવંશી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચંપાવત તથા પો.સબ.ઇન્સ બી.ડી.રાઠોડ નાઓએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં ઉડાણપુર્વક તપાસ આદરેલ જે તપાસની કડી થી કડી જોડી જોતાં આ કામે મરણજનારના મોત અંગે શંકા કુશંકાઓ સર્જાતા આ કામે મરણજનાર પોલીસ કર્મીના પરીવારજનો તથા તેમના પરીવારના સભ્યો સાથે સંકળાયેલ બીજા માણસોની યુકતિ પ્રયુકતિ પુર્વક અલગ અલગ પાસાઓ બાબતે પુછ પરછ કરી ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતાં અંતે આ કામે મરણજનારની મોતનો ભેદ ઉકેલાતા‘‘આ કામે મરણજનારની પત્ની નિશાબહેનને મનીષભાઇ અમૃતભાઇ મોરારભાઇ પરમાર રહે.ઇ-૧૦૪, આગમન રેસીડેન્સી, નરોડા મુક્તિધામની સામે, દહેગામ રોડ, નવા નરોડા, અમદાવાદ મુળ રહે.મહેકાલ તા.તલોદ જી.સાબરકાંઠા વાળા નાઓની સાથે પ્રેમ સંબંધ હોઇ અને તેમના પતિ આ કામે મરણ જનાર તેમના પ્રેમ સંબંધમાં અડચણરૂપ થતા હોઇ જેથી આ કામે નિશાબહેન તથા તેમના પ્રેમી મનિષભાઇ તથા મનિષભાઇ ના ડ્રાઇવર નિલેશકુમાર નાઓએ મરણજનારનુ મોત નીપજાવાનો નિર્ણય કરી ષડયંત્ર રચી ષડયંત્રને અંજામ આપવા સારૂ આ કામે મરણજનારને તા.૨૮/૨૯/૦૧/૨૦૨૦ની રાત્રીના સમય દરમ્યાન દારૂ પીવડાવી દારૂના નશામાં ચકચુર કરી મનિષભાઇની સેન્ટ્રો ગાડી નં.GJ-01-KW-3230માં અમદાવાદ થી પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં લઇ આવી ગળે ટુપો દઇ નીચે પાડી મોઢાના તથા શરીરના ભાગે મનિષકુમારે ગાડી ચડાવી મોત નીપજાવેલાની હકિકત ફલીત થઇ આવેલ છે આ કામે ત્રણે આરોપીઓને અટક કરવામાં આવેલછે તેમજ ગુન્હો વાપરેલ સેન્ટ્રો ગાડી નં.GJ-01-KW-3230 ની તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.
આરોપીઓ-
(૧) મનીષભાઇ અમૃતભાઇ મોરારભાઇ પરમાર ઉવ.૩૯ ધંધો-વેપાર રહે.ઇ-૧૦૪, આગમન રેસીડેન્સી, નરોડા મુક્તિધામની સામે, દહેગામ રોડ, નવા નરોડા, અમદાવાદ મુળ રહે.મહેકાલ તા.તલોદ જી.સાબરકાંઠા
(૨)નિલેશકુમાર કાળાભાઇ ગોબરભાઇ ચમાર ઉવ.૩૨ ધંધો-ડ્રાયવીંગ મુળ રહે.દહેગામડા, ચમારવાસ, તા.ભિલોડા જી.અરવલ્લી હાલ રહે.પ્લોટ નં.૪ કઠવાડા જી.આઇ.ડી.સી. (મનીષભાઇ પરમારના કારખાનામાં)
(૩)નિશાબહેન વા/ઓ અશ્વીનકુમાર કાંન્તીલાલ ચાવડા રહે. અમદાવાદ સુમીન પાર્ક સોસાયટી મ.નં-૧૫૨/બી સેજલ નગર કૃષ્ણનગર સૈજપુર બોઘા મુળ રહે.કડી રોહિતવાસ તા.કડી જી.મહેસાણા