*અંતરાષ્ટ્રિય મહિલા દિવસ નિમ્મીતે સમગ્ર ભારતની મહિલા પોલીસ કર્મીઓનું ચેક અપ કરવામાં આવશે*

*સંજીવ રાજપૂત- અમદાવાદ:* પ્રતિવર્ષ ની જેમ આગામી ૮મી માર્ચ,2020,રવિવારના રોજ સમગ્ર ભારત  ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવશે.આપણા દેશની નારીશક્તિના કલ્યાણ માટે અનેક આયોજનો સાથે તેમના આરોગ્યની પણ યોગ્ય કાળજી લેવી એ તબીબી આલમમાં આપણી ફરજ છે જે અંતર્ગત ફેડરેશન ઓફ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અને અમદાવાદ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સમગ્ર ભારત ની મહિલા પોલીસ કર્મીઓ નું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગર્ભાશય અને બ્રેસ્ટ કેન્સર નું ચેકઅપ કરવામાં આવશે.

*ઓલ ઇન્ડિયા ગાયનેક સોસાયટી ના પ્રમુખ ડો અલ્પેશ ગાંધી એ જણાવ્યું કે* “સમયસર નિદાન અને સારવારના અભાવને લીધે આપણા દેશમાં પ્રતિ વર્ષ ૭૫૦૦૦ જેટલી મહિલાઓ ગર્ભાશયના કેન્સરના લીધે અને ૭૦,૦૦૦ જેટલી મહિલાઓ સ્તન કેન્સરના લીધે અકાળે મૃત્યુ પામે છે.  આ બાબતની ગંભીરતાને સમજીને ઓલ ઈન્ડિયા ગાયનેક સોસાયટી (એફઓજીએસઆઈ) તથા અમદાવાદ ગાયનેક સોસાયટી(એઓજીએસ) સંયુક્ત પણે સમગ્ર ભારતવર્ષની સાથે અમદાવાદમાં તથા ગુજરાત ગાયનેક સોસાયટી વતી સમગ્ર ગુજરાતમાં મહિલા પોલીસ  તથા  સીઆરપીએફ ર્મચારીઓ અને પોલીસ ભાઈઓ ની માતાઓ-બહેનો માટે સવારે ૯ થી ૧ ના સમય દરમ્યાન એક નિદાન શિબિરનું આયોજન કરી રહેલ છે.

જેમાં આપણે બિલકુલ નિઃશુલ્ક દરે,ગર્ભાશયના કેન્સરને અગાઉથી પારખી શકતા ‘પેપ ટેસ્ટ’ ની સગવડ તથા સ્તનના કેન્સરના લક્ષણોની વેળાસર જાણ થઈ જાય તેવી તપાસ નિષ્ણાત લેડી ડોકટર્સ દ્વારા  કરાવવાની સગવડ  પુરી પાડવા જઈ રહ્યા છીએ.

સમાજ પ્રત્યેનું ઋણ, તેમાંય દેશ માટે પોતાનું સર્વસ્વ હોમી દેતા પોલીસ જવાનોના પરિવાર માટે કઈંક ઉમદા પ્રવૃત્તિ કરવાના શુદ્ધ હ્રદયભાવ સાથે  આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.

*અમદાવાદના  કેમ્પના વિવિધ સ્થળો નીચે મુજબ છે:*

૧) જી.સી.એસ મેડીકલ કોલેજ, અમદુપુરા ૨) સોલા સીવીલ હોસ્પીટલ

૩) શારદાબેન હોસ્પીટલ, સરસપુર ૪) એલ.જી.હોસ્પીટલ, મણીનગર

૫) મમતા હોસ્પીટલ, ખાડીયા ૬) કોમ્યુનીટી ઓન્કોલોજી સેન્ટર,વાસણા           

૭) વિક્ટોરિયા જુબલી હોસ્પીટલ, સારંગપુર ૮) સી.આર.પી.એફ ગ્રુપ સેન્ટર , ગાંધીનગર