*લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા જામનગરના મહિલા કોર્પોરેટરનું સન્માન કરાયું.*
જામનગર :સંજીવ રાજપૂત: લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨-જે નું વાર્ષિક અધિવેશન જામનગરના પદ્મ બેંકયુટ હોલમાં યોજવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ૬૦૦ થી પણ વધું સદસ્યો, ધારાસભ્યો રિવાબા જાડેજા,કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણભાઈ પરમાર સહિત લાયન્સ કલબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ સંમેલનમાં ઇન્ટરનેશનલ ડાયરેકટર જીતેન્દ્ર ચૌહાણ અને ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજા, પૂર્વ ગવર્નર મોનાબેન શેઠ હસ્તે જામનગર ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ અને જીવદયાનું ૯ વર્ષથી કાર્ય કરી રહેલા અને તેમાં પણ ખાસ કરીને ચકલી બચાવો અભિયાન દ્વારા ૫૦ હજારથી પણ વધુ ચકલીના માળા અને પક્ષીને ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાણીના બાઉલનું વિનામૂલ્યે વિતરણ કામગીરી માટે ખાસ લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ પરિવારના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું વાર્ષિક સંમેલનમાં સન્માન કરવામાં આવ્યું હતું.