હાલોલ આનંદપુરા ગામ નજીક આવેલ કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં જઈ કહેવાતા પત્રકારના નવ જેટલા સભ્યોની ટોળકી કંપની માલિકને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ઉઘરાણી કરતા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડાને પુરાવા સાથે રજુઆત કરાતાં હાલોલ પોલીસે પત્રકાર ટોળકીના એક સભ્યને કંપનીમાં ઉઘરાણી કરતા રંગે હાથે ઝડપતાં અન્ય કહેવાતા પત્રકારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પોલીસે તેમની શોધખોળ આદરી છે.કલ્પેશ પટેલ સહિત 9 વિરુદ્ધ ગુનો નોંધી કંપનીમાંથી કલ્પેશ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય સભ્યોની પોલીસે શોધખોળ આદરી છે.પત્રકાર અને ગ્રાહક સુરક્ષાની ઓળખાણ આપી કલ્પેશ નટુભાઈ પટેલ, અમિત પટેલ.દિપક દરજી.પ્રણવ પટેલ સહિત અન્ય વિજય પરમાર અને ભાનું પરમારને ફરિયાદીએ ઓળખી બતાવ્યા છે બાકી ત્રણની ઓળખ સીસીટીવી કેમેરામાંથી છતી થશે તેમ પોલીસે જણાવ્યું છે.
Related Posts
આ તીર્થ સ્થાન છે પ્રભુની કૃપા અને સદનસીબે આવા ધામની મુલાકાતની તક મળે છે -દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા
આ તીર્થ સ્થાન છે પ્રભુની કૃપા અને સદનસીબે આવા ધામની મુલાકાતની તક મળે છે -દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા…
જિલ્લા કલેક્ટરના હસ્તે નર્મદા જિલ્લાનો સને ૨૦૨૧-૨૨ ના
વર્ષનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકાયો
જિલ્લા કલેક્ટરના હસ્તે નર્મદા જિલ્લાનો સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકાયો ચાલુ વર્ષે સૌ…
વડોદરા-વાપી વચ્ચે 237 કિ.મીના બુલેટ ટ્રેન રૂટની ડિઝાઈન તૈયાર કરવા જાપાની કંપની સાથે કરાયા MOU
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને જાપાના રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના બુલેટટ્રેન રુટની…