ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ
ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નિભાવીએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?
ઈર્ષ્યા અહંકાર મૂકીને
હ્રદયથી એકમેકને સ્વીકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા
આવા સ્વભાવને હવે
ગંગામાં પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું ? રહેવા દો
_જીવનના *અંતિમ પડાવને*_
_સુખદ સુમનથી સજાવીએ_
_ચાલોને *આપણા સ્વભાવને*_
_હવે શાંત સરળ બનાવીએ._ સુભાષ સોનગ્રા