ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા , રાસરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , મહેન્દ્ર બગડીયાનાઓ દ્વારા જિલ્લામાં ગેડાયદેસર પ્રવૃતિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે ગાંધીધામ તાલુકાના મીઠી રોહર સીમ જી.આઇ.ડી.સી.પ્લોટ નં -૪૫ નર્મદારાજ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના માલિક રાજેશ કન્સલ રહે.

ગાંધીધામ વાળાએ પોતાની કંપનીમા નાઈજીરીયા સોયા લેશેથીન લીટ૨ ૬૧૦૦૦ કિ.રૂા .૪૨,૭૦,૦૦૦ / – તથા મસ્ટર્ડ ઓઈલ લીટર ૩૫૦૦૦ કિં.રૂા .૧૭,૫૦,૦૦૦ / -તથા સલ્યુરીક એસીડ લીટર ૧૦૦૦૦ કિં.રૂા .૧૪,૦૦૦૦/ – તથા પામ ઓઈલ લીટર ૧૭૦૦૦ કિ.રૂા .૮૫,૦૦૦ / – તથા સ્વજ લીટર ૧૧૦૦૦ કિં.રૂા .૨૨,૦૦૦ / – તથા સોયા સોપ સ્ટોક લીટર ૧૭૦૦૦ કિં.રૂા .૧૭,૦૦૦૦ / – તથા વાહન ટેન્કર નં.જી.જે .૧૨ એક્સ ૧૫૮૭ કિ.રૂા .૨૦,૦૦,૦૦૦ / -એમ કુલ્લ કિ.રૂા .૯૨,૦૨,૦૦૦ / -નો અલગ અલગ જ્વલનશીલ પ્રવાહી મુદ્દામાલનો જથ્થો સંગ્રહ તેમજ વેપાર કરી તે બાબતે સ્થાનિકે કોઇ સેફ્ટીના સાધનોની વ્યવસ્થા નહી કરી માનવ જીંદગી જોખમાય તે રીતેનું કૃત્ય કરી તથા આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય તે રીતે હવા દુષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી સરકારશ્રી પાસેથી લેવાના થતા લાયસન્સો તથા એન.ઓ.સી.નહી મેળવી પેટ્રોલીયમ પદાર્થનો સંગ્રહ કરી આરોપી હાજર ન મળી આવી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગાંધીધામ બી.ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામા આવેલ .

હાજર ન મળી આવેલ આરોપી : રાજેશભાઈ કન્સલ રહે.બબીતા આગરિયા હોસ્પીટલની સામે ગાંધીધામ જી. કચ્છ

 

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ ( ૧ ) નાઈજીરીયા સોયા લેશેથીન લીટર ૬૧૦૦૦ કિ.રૂા .૪૨,૭૦,૦૦૦ / ( ૨ ) મસ્ટર્ડ ઓઈલ લીટર ૩૫૦૦૦ ડિં.રૂા .૧૭,૫૦,૦૦૦ / ( 3 ) સયુરીક એસીડ લીટર ૧૦૦૦૦ કિં.રૂા .૧૪,૦૦૦૦ / ( ૪ ) પામ ઓઈલ લીટર ૧૭૦૦૦ કિ.રૂા .૮૫,૦૦૦ / ( ૫ ) સ્લજ લીટર ૧૧૦૦૦ કિં.રૂા .૨૨,૦૦૦ / ( ૬ ) સોયા સોપ સ્ટોક લીટર ૧૭૦૦૦કિં.રૂા .૧૭,૦૦૦૦ / ( ૭ ) વાહન ટેન્કર નં.જી.જે .૧૨ એક્સ ૧૫૮૭ કિ.રૂા .૨૦,૦૦,૦૦૦ / કુલ્લ કિ.રૂા .૯૨,૦૨,૦૦૦/ – નો મુદ્દામાલ

 

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી.પો.ઈન્સ.શ્રી એસ.એન.ગડું તથા એસ.ઓ.જી.સ્ટાફ જોડાયેલ હતા .