*એસીબી સફળ ટ્રેપ*

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : (૧) નિતાબેન મોકમભાઇ પટેલ, તલાટી, નરખડી ગ્રામ પંચાયત, તા.નાંદોદ, જી.નર્મદા વર્ગ-૩
(૨) મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા, (ખાનગી વ્યક્તિ)

ગુનો બન્યા : તા.૨૨.૦૯.૨૦૨૨

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૧,૦૦,૦૦૦/-

ગુનાનું સ્થળ : સુરત શહેર વિસ્તાર

ટૂંક વિગત : આ કામના ફરીયાદીની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીન લગત અન્ય કામગીરી આ કામના ફરીયાદી સંભાળે છે. ઉપરોક્ત ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ, ખાતર વિગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલ, જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરેલ હતી. જે કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપી નં.(૧) એ ફરીયાદી તથા સાહેદ પાસે રૂ. ૧,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને તે લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર આરોપી નં.(૨) ને આપવા જણાવેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે તા.૨૨.૦૯.૨૦૨૨ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના ફરીયાદી સાથે આરોપી નં.(૧) એ અને સાહેદ સાથે આરોપી નં.(૨) એ મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદીએ સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલ રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાંચની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી આરોપી નં.(૨) એ તેઓના ઓળખીતા બે વ્યક્તિઓ મારફતે લાંચની રકમ સ્વીકારેલ. લાંચના છટકાની કાર્યવાહી દરમ્યાન આરોપી નં.(૧) નાઓ નર્મદા જીલ્લા ખાતેથી તથા આરોપી નં.(૨) નાઓ ગાંધીનગર ખાતેથી મળી આવેલ છે.

નોંધ : ઉપરોકત બન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ટ્રેપીંગ અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એસીબી સુરત એકમ, સુરત તથા સ્ટાફ

સુપર વિઝન અધિકારી : શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત