*કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ*

નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે છે. આ શોના નામ પર લોકો સાથે ઠગાઈ કરનારા એક વ્યક્તિનો દિલ્હી પોલીસે ભાંડો ફોડ્યો છે. ઠગાઈનો આ કાળો કારોબાર ભારતમાંથી નહી પરંતુ પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહ્યો હતો. દિલ્હી પોલીસના સાઈબર સેલ દ્વારા આ ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા. આ લોકો પાસે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે