જામનગરના વાંકીયા ખાતે યોગ કક્ષા સશક્તિકરણ અભિયાનનું કરાયું આયોજન

જીએનએ જામનગર: ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આયોજિત યોગ કક્ષા સશક્તિકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ના પ્રણેતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લાના કો-ઓડીનેટર શ્રી પ્રીતિબેન શુકલ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન ધ્રોલ તાલુકાના વાંકિયા પટેલ સમાજમાં


ઞોઠવેલ. જે કાર્યક્રમમા અતિથિ વિશેષ તરીકે પધારેલ જામનગર જીલ્લા ના ઉપપ્રમુખ ડી.ડી જીવાણી સાહેબ, ધ્રોલ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી ગીતાબા જાડેજા તેમજ ધ્રોલ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ જયંતિભાઈ કગથરા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઈ મુંગરા તેમજ ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયા તેમજ ધ્રોલ ના વકીલ અનડકટ ભાવિનભાઈ તેમજ જીલ્લા મહિલા મોરચા ના મહામંત્રી અરૂણાબેન બાઘાણી, ધ્રોલ તાલુકાના મહિલા મોરચાના મંત્રી કૈલાશબેન તેમજ શીતલબેન, જી. એમ. પટેલ સ્કૂલ ના આચાર્ય શ્રીમતિ વિજયાબેન બોડા તેમજ મુંગરા સ્કુલના આચાર્ય શ્રીમતિ પ્રવીણાબેન તારપરા તેમજ ધ સનરાઇઝ પ્રાઇમરી સ્કુલ ના આચાર્ય શ્રીમતિ પ્રવીણાબેન અરવિંદભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માં યોગ વિશેની માહિતી આપવામાં આપેલ તેમજ યોગ મટાડે રોગ એ વિશેની ડીટેલ માહીતી ગ્રામજનોને પ્રીતીબેન શુક્લ એ આપેલ . આ કાર્યક્રમનુ  સંચાલન પ્રવીણાબેન ભીમાણી એ કરેલ તેમજ કાર્યક્રમની આભાર વિધિ  ધ્રોલ તાલુકા  ના યોગ કો-ઓડીનેટર અરવિંદ ભાઈ ભીમાણી એ કરી હતી.