*.*જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે પ્રજાના કર્યો માટે તત્પર, કાર્યરત અને ઉત્સુક રહેનાર યુવા યુવા સેના ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રવિશભાઈ રામચંદાનીની યુવા સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થાયી રવીશભાઈની વાત કરવામાં આવે તો તેમના દ્વારા કોવિડની મહામારી દરમ્યાન અનેક લોકપયોગી કર્યો અને સેવા આપવામાં આવી છે. જેમાં સોસાયટીઓ અને ઝુંપડીઓને સેનેટાઇઝ કરાવવી, જરૂરતમંદોને અનાજ કીટનું વિતરણ તેમજ ભોજન માટેની વ્યવસ્થા અને માસ્કનું વિતરણ. માં કાર્ડ, રેશનકાર્ડ અને વિધવા સહાય યોજનામાં તેમજ હોસ્પિટલ ખાતે લોકોને દાખલ થવા અને સારવારમાં મદદરૂપ સાથે ફ્રુટ વિતરણ, ફૂટપાથ પર સુતા લોકોને ધાબળાનું વિતરણ તેમજ બનાસકાંઠા જિલ્લાની આસપાસ આંગણવાડી કેન્દ્રોમાં ગરમ કપડાંનું વિતરણ જેવી અથાગ અવિરત સેવા આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેમની લોકો માટે નિષવાર્થ અથાગ મેહનત અને સેવાના ફળરૂપે આજે તેઓએ યુવા સેનામાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ મેળવી છે જે ગર્વની વાત કહી શકાય. તેઓ આગળ આવનાર સમયમાં પણ વધુ સારી રીતે લોકોની સેવાના કાર્યો વધુ વેગ સાથે કરી શકશે. રવીશભાઈને યુવા સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન.👍
Related Posts
ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત. સેનાના જવાનો અને બાળકો સાથે કર્યો સંવાદ
ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત. સેનાના જવાનો અને બાળકો સાથે કર્યો સંવાદ અમદાવાદ: ગુજરાતના…
ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી
રાજપીપલામા આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલી વાર કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા…
HRCT ના ટેસ્ટ ના જિલ્લા કલકેટર દ્વારા 500 ઘટાડો કર્યો
નર્મદા જિલ્લા વાસીઓ માટે રાહત ના સમાચાર HRCT ના ટેસ્ટ ના જિલ્લા કલકેટર દ્વારા 500 ઘટાડો કર્યો જિલ્લા વહિવટીતંત્રના પ્રયાસોથી…