*યસ બેંકના સંકટને પહેલાં જ ભાળી ગયું વિશ્વ પ્રસિદ્ધ મંદિર 1300 કરોડ ઉપાડી લીધા*

યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ વરદાનથી ઓછું નથી. હકીકતે આ મંદિરના ટ્રસ્ટે અમુક મહિના પહેલા જ યસ બેન્કથી 1300 કરોડ રૂપિયા કાઢ્યા હતા.વાઈબી સુબ્બા રેડ્ડીએ TTDના અધ્યક્ષ પદ બનાવવાના તરત બાદ અધિકારીઓને જણાવ્યું કે તે બેન્કમાં જમા રકમ કાઢી લે. આ ટ્રસ્ટે 4 પ્રાઈવેટ બેન્કોમાં ફંડ જમા કરાવી રાખ્યું છે. જેમાંથી યસ બેંક પણ એક હતી