*સાળંગપુર દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત 3નાં મોત*

બરવાળા સાળંગપુર રોડ પર ખાંભડા ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પેટલાદના પંડોળીના પરિવારના 3 સભ્યના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6થી વધુને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંડોળીનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.