(૧) ખંભાત ના એડી. સિની. સિવિલ જજ અને એડી.ચીફ. જુ. મેજિ. (૨) ક્રિમીનલ કેસ ન. – ૧૨૨૧/૨૦૧૪ (૩) ભારતીય દંડ સંહિતા ક. ૨૯૫ (ક), ૧૫૩ (ક) (૪) જ્જ મેંટ તા. ૩/૩/૨૦
*ખંભાતનાં “તિસરી આઝાદી” સમાચાર પત્ર નાં તંત્રી, માલિક, પ્રકાશક જ્હોન ડિકોસ્ટાને હિંદુ ધર્મનાં દેવી દેવતાઓ વિશે અપમાનિત કરતા આર્ટિકલ બદલ સીમાચિહ્ન રુપ ચુકાદા અંતર્ગત સજા*
લોકશાહીમાં પત્રકારત્વ, અખબાર, મીડિયા વગેરેને લોકશાહીની મજબૂતીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. લોકશાહીમાં જનતાનો અવાજ તથા તકલીફો, પ્રશ્નો, સમસ્યાઓ સરકારના કાન સુધી પહોચડવાનું કાર્ય મીડિયા દ્વારા વધારે અસરકારક રીતે રજૂ થઈ શકે છે. પત્રકારત્વ, મીડિયાનો ભારતના સ્વતંત્રતા સંગ્રામ વખતે, કટોકટીના સમયગાળામાં અતિ મહત્વપૂર્ણ છે. પરંતુ જનતાનો અવાજ ગણાતું મીડિયા જ્યારે પોતાની જવાબદારી ભૂલીને બેજવાબદારીપૂર્વક વર્તે ત્યારે સ્થિતિ ખરેખર દુખદ તથા ભયાનક ગણી શકાય.
*પત્રકારત્વ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા*
“પત્રકારત્વને લોકતંત્રનો ચોથો અમૂર્ત આધારસ્તંભ માનવમાં આવે છે. પત્રકારત્વ સાથે સંવિધાનિક મૂલ્યોની રક્ષા કરવાનું અને રાષ્ટ્રની એકતા તથા અને અખંડીતતાને પોષણરૂપ બની રહે તે રીતે કર્તૃત્વ નિભાવવાની જવાબદારી જોડાયેલી છે. જાહેર મીડિયા અને તેના અનુસંધાને દૈનિક કે સાપ્તાહિક અખબારે પણ આ જવાબદારી નિભાવવાની રહે છે. ભલે સ્થાનિક ભાષાનું ઓછી પ્રસિદ્ધિ ધરાવતું અખબાર’ હોય પરંતુ તેની રાષ્ટ્ર પ્રત્યેની આ જવાબદારીમાં લેશમાત્ર ઓછપ આવતી નથી. જેથી તંત્રી, મુદ્રક, કે લેખક તરીકે કામ સભાળનારે સતત એ બાબતે જાગૃત રહેવું આવશ્યક બની રહે છે કે તેના લેખ કે લખાણ કે પ્રગટ કરવામાં આવેલ વિધાનોથી કોઈપણ ભારતીય કાયદાનું ઉલ્લંધન ના થાય કે બંધારણના મૂળભુત માળખાને પ્રતિકૂળ અસર થાય તેવું કોઈ કૃત્ય ના થાય. તંત્રી તરીકે કે અખબારના કોલમિસ્ટ કે લેખક તરીકે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવાની બંધારણીય ફરજ વચ્ચે તંત્રી કે લેખકે સમતુલા જાળવવાની રહે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ એ રીતે કરવામાં આવે કે જેથી રાષ્ટ્રની સંપ્રભુતા, એકતા કે સદભાવને હાનિ પહોંચે તો આવી બેફામ અને બે-લગામ સ્વતંત્રતાને કોઈ રીતે રક્ષણ આપી શકાય નહીં. હાલના કિસ્સામાં “તીસરી આઝાદી” નામના ગુજરાતી ભાષાના ઓછા પ્રસિદ્ધ સાપ્તાહિકમાં પ્રગટ થયેલ ચોક્કસ ધર્મની માન્યતાને લગતી બાબત અંગે લખાણને ઉપરોક્ત સમતુલા અને દંડ સંહિતાની જોગવાઈના પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો ઉપક્રમ છે.
*શું છે કિસ્સો ?*
આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ખંભાતના તીસરી આઝાદી નામના સમાચાર પત્રમાં તારીખ 14/08/2012ના રોજ પાનાં નંબર એક ઉપર હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ ધિક્કારની, નફરતની લાગણી ઊભી થાય એવો લેખ છપાયો હતો જેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેનો ચુકાદો તારીખ 03/03/2020 ના રોજ આવ્યો જેમાં તીસરી આઝાદી સમાચાર પત્રના માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી જ્હોન મણીભાઇ ડીકોસ્ટાને ભારતીય દંડ સંહિતાની કલમ 295(ક) તથા કલમ 153(ક) ના ગુના અનુસંધાને, સીઆરપીસી કલમ 248(2) અન્વયે ગુનેગાર ઠેરવીને ન્યાયાલયે ત્રણ વર્ષની સાદી કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ભરે તો વધુ છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે.
*કેસની વિગત*
સીમાચિહ્નરૂપ આ કેસની વિગત એવી છે કે તારીખ 14/08/2012ના રોજ તીસરી આઝાદી પત્ર જેના પ્રકાશક, તંત્રી, માલિક, મુદ્રક એવા જ્હોન મણીભાઇ ડીકોસ્ટા છે. આ સમાચાર પત્રમાં દર્શાવેલી તારીખનાં રોજ પાનાં નંબર એક ઉપર “હિન્દુઓએ કાઢેલ ભગવદગીતા વિરુદ્ધ મોરચો” તથા પાનાં નંબર 4 ઉપર “તુલસીદાસ સાચા કે વાલ્મીકિ ? કે મોરારીબાપુ” એવા મથાડાં હેઠળ હિન્દુ ધાર્મિક પુસ્તકો, હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ સ્ટોરી બનાવીને તેઓને બદનામ કરવાના ઇરાદાથી કહી શકાય એવી રીતે, બદનામ કરવાના હેતુથી ગણાય, તથા હિંદુઓની લાગણી દુભાય એ પ્રકારે કહી શકાય એવા લેખ છાપવામાં આવ્યા હતા એક લેખ છાપવામાં આવ્યો હતા. આ લેખોની વિરુદ્ધ મફતભાઇ શકરાભાઈ રાણાએ ફરિયાદ નોધાવી હતી.
*નોંધનીય ટીપ્પણીઓ*
એવી ટિપ્પણી’ કરવામાં આવી કે, “હાલના કિસ્સામાં પુરવાર થયેલ લખાણહિંદુ સનાતન ધર્મના અવતારી પુરુષ ભગવાન શ્રીકૃષ્ણ તથા ભગવાન શ્રીરામ તથા સીતામાતા માટે અભદ્ર અને હિંદુ ધર્મના વિધિવિધાનથી વિપરીત પ્રકારનું ચરિત્ર વર્ણન કરવામાં આવેલ છે. અને ભગવાન શ્રીરામ, સીતામાતા અને શ્રીકૃષ્ણની છબીને લાંછિત કરવાનો પ્રયત્ન થયેલ છે.” “ પત્રકારત્વનો વ્યવસાય હક આપી શકે પરંતુ હક ભોગવવા માટે લાયકાત વ્યક્તિ/નાગરિકે જાતે જ કેળવવાની રહે છે. પત્રકાર પાસે જે ઉદારતા, સહિષ્ણુતા, સમભાવ, અને બિનસાંપ્રયદાયિક પત્રકારત્વ તેમજ નિષ્પક્ષતાની અપેક્ષા રાખવામા આવે તેનાથી વિરુદ્ધનું વર્તન પત્રકાર સમગ્ર વર્ગ માટે ગરિમાને હાનિ પહોચાડે છે. એક ટિપ્પણી એવી પણ આવી કે, “ અયોગ્ય સહાનુભૂતિ અયોગ્ય સજા તરફ દોરી જઈ શકે છે જેનાથી ન્યાય પ્રણાલી તથા કાયદાની અસરકરકતા ઉપરથી લોકોનો વિશ્વાસ ડગાવી શકે છે.”