🚨💐ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનો મહત્વનો નિર્ણય
આવતીકાલથી દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો બનાવી આપવામાં આવશે નહીં
ગ્રાહકોને પાન-મસાલાના પાર્સલ આપવામા આવશે
જેને કારણે હવે ભીડ કે સોશિયલ ડિસ્ટન્સિગનો પ્રશ્ન પણ હલ થશે.
😇કોંગ્રેસના સચીન પાઈલટ, અન્ય 18 બળવાખોર વિધાનસભ્યોએ એમને ગેરલાયક ઠેરવતા વિધાનસભા સ્પીકરના નિર્ણયને પડકારતી નોંધાવેલી અરજી પરની સુનાવણી રાજસ્થાન હાઈકોર્ટે આવતા સોમવાર સુધી મુલતવી રાખી.
🍫🍫સુરત અને અમદાવાદની સમીક્ષા બાદ કેન્દ્રીય આરોગ્ય ટીમે પ્રેસ કોન્ફરન્સ કરીને વિનોદ પૌલે કહ્યું કે, કોરોના સામેની લડાઇ સાથે મળીને લડીશું અને કોરોનાને લઇને રાજ્યની ટીમે સારી કામગીરી કરી, ધનવંતરિ રથની પ્રેક્ટિસ પણ ખુબ સારી.
📖📖#ગુજરાતવિદ્યાપીઠે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો
UGC ની ગાઈડલાઈન મુજબ 5 તબબકામાં લેવાશે પરીક્ષા
6 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ચાલશે પરીક્ષા
અલગ અલગ વિષયના વિદ્યાર્થીઓને પરીક્ષાના 2 દિવસ પહેલા બોલાવશે કેમ્પસમાં.
🏹🏹માઉન્ટઆબુની લાસા હોટલમાં આબુ પોલીસની રેડ 22 જુગારીઓ ઝડપાયા હતા જેમા 2 લાખ 63 હજાર ની કેશ પકડાઈ સાથે 5 લાખ 18 હજારના ટોકન પકડાયા જેમાં 5 કાર અને 25 મોંઘા મોબાઈલ પોલીસ એ કબ્જે કર્યા છે
મોટાભાગના આરોપીઓ અમદાવાદ, કલોલ, પાલનપુર, દિયોદર, રાજકોટ ના અમુક આરોપીઓ રાજસ્થાન ના.
🌹🩺💉કોરોના મહામારી વચ્ચે દેશ માટે સારા સમાચાર : ઝાયડસ પછી ભારત બાયોટેકની રસીનું માણસો પર પરીક્ષણ શરૂ થયુ, ICMR અને ભારત બાયોટેકે બનાવેલી રસીનું માનવ પરીક્ષણ શરૂ, હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજે સત્તાવાર જાહેર કર્યું.
🚌🚎🚚બિગ બ્રેકીંગ…….
ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી અમદાવાદ આવતી તમામ ટ્રાવેલ્સ વાળા ની દાદાગીરી
ટ્રાવેલ્સમાં મુસાફરીનું મનગમતું લેવાય છે ભાડુ
3000 થી ચાર હજાર લેવાય છે ભાડુ
ટ્રાવેલ્સ વાળા ને નથી કોરોનાની વિગ
ભેળ બકરાંની જેમ ભરીને લાવે છે બસો
તમામ ટ્રાવેલ્સ શ્રમિક જોડે કરી રહી છે લૂંટ.
🚀🚀સુરત અને ભાવનગરના બે વેપારીનું રૂ 30 કરોડમાં ઉઠમણું – સૂત્ર
લોકડાઉનથી અત્યાર સુધીમાં 150 કરોડનું હીરા ઉદ્યોગમાં ઉઠમણું
હીરા બજારની સાથે સંકળાયેલા વેપારી, કારખાનેદાર, અને દલાલોનું અત્યાર સુધી 150 કરોડથી વધારાનું ઉઠમણું.