*લંડનમાં તાજેતરમાં જન્મેલા નવજાતમાં જોવા મળ્યો કોરોના*

હાલ જોવા જઈએ તો, કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયા આ મહામારી સામે લડી રહી છે. આ તમામ ખબરોની વચ્ચે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, એક નવજાત બાળકને પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે સૌથી નાની ઉંમરે લાગેલો કોરોનાનો આ પ્રથમ કેસ છે.દુનિયાનો પ્રથમ નાની ઉંમરનો કેસ આ કેસ લંડનમાં સામે આવ્યો છે પ્રથમ તો નવજાતની માતાને ન્યૂમોનિયા થયો હતો, પણ જ્યારે મહિલા પોતાના નવજાતને લઈ હોસ્પિટલ પહોંચી તપાસ કર્યા બાદ જે જાણવા મળ્યું તેનાથી મહિલાના હોંશ ઉડી ગયા જાણવા મળ્યું કે તેના નવજાત બાળકને તો કોરોનાના લક્ષણો છે.