*વિધાનસભામાં અધ્યક્ષે વિપક્ષ નેતાને આપ્યો ઠપકો કથિત ટેબ્લેટકાંડના પુરાવા રજૂ ન કરી શક્યા*

ગાંધીનગર: વિધાનસભામાં ટેબ્લેટ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આરપારની જંગ જેવો માહોલ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ૧૪૦૦ રૂપિયામાં ટેબ્લેટ મળી એમ કહી કૌભાંડ આચર્યું હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. જે મામલે સીએમ રૂપાણી સહિત આક્રમક વલણ અપનાવ્યું હતું. આ મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગૃહમાં ઠપકો આપવાની દરખાસ્ત કરી હતી. જે દરખાસ્ત પર વિધાનસભાના અધ્યક્ષે પરેશ ધાનાણીને ઠપકો આપ્યો હતો