18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડુ

વાવાઝોડા મુદ્દે મોસમ વિભાગનું નવું બુલેટિન જાહેર

18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડુ.વેરાવળથી 350 કિમી દૂર છે વાવાઝોડુ. દીવથી 310 કિમી દૂર છે તૌકતે વાવાઝોડુ. આજે સાંજે ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકશે
પોરબંદર-મહુવાનાં દરિયાકાંઠે ટકરાશે તૌકતે. કાલે 150-175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન. ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી
સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં બપોર બાદ થશે વરસાદ. કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની શકયતા. માછીમારોને બે દિવસ દરિયો ના ખેડવા સૂચના
પોરબંદર,અમરેલી,જૂનાગઢમાં નુકસાનની આશંકા. અમદાવાદ,ગીર સોમનાથ,ભાવનગરમાં નુકસાનની શકયતા. રેલવે અને કોમ્યુનિકેશનને થઇ થકે અસર