લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ – દરકાર અને માનવતા

*******પ્રેરણા******

૦૦૦૦

ગૌમાતા માં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગને ડામવા કચ્છી માડુ ઓએ કમર કસી

ભુજ તાલુકાના સુખપર અને મદન પુર ના ગ્રામજનોએ પશુઓને લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) થી બચાવવા અભિયાન પ્રારંભ કર્યું.

ગાયોની કરી દરકાર સરકારને આપ્યો સાથ 00000

જોડીયા ગામોએ ગામમાં ફરતા તેમજ અસરગ્રસ્ત 200 ગૌ સંવર્ધનને ગૌરક્ષણ સંસ્થામાં સારવાર માટે દાખલ કર્યા.

00000

ભુજ, શનિવાર

સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ માત્ર સરકારનું સૂત્ર જ નથી પણ સરકારની જનભાગીદારીમાં અતૂટ વિશ્વાસ અને લાગણીની વાત છે. દેશમાં વાત વિકાસની હોય કે વાત વિપદાની જ્યારે જ્યારે જરૂર પડી છે સરકાર અને સમાજે સહયોગથી એક આગવું ઉદાહરણ વિશ્વને પૂરું પાડ્યું છે. હાલે ગૌ સંવર્ધન પશુધનમાં પ્રવર્તી રહેલા લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) ની સામે પશુપાલકો અને સરકારની સાથે જનચેતના પણ જોડાઈ છે. ……વાત કરીએ આપણા ગુજરાત રાજ્યની અને એમાં પણ કચ્છ જિલ્લાની તો લમ્પી ચર્મ રોગ વાયરસમાં કચ્છ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે કારણ કે અહીં 24 લાખ ઉપરાંત પશુધન છે તેમાં પણ 5 .75 લાખ ગૌ સંવર્ધન પશુધન છે ત્યારે આ પશુ મહારોગની આપદામાં ધાર્મિક ,સામાજિક ,આર્થિક સંસ્થાઓ પણ પોતાનો બનતો સહયોગ કરી રહી છે અને આવું જ એક માનવતા અને ગૌ માતાની દરકારનું કામ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુખ પર અને મદનપુર ગામે ગ્રામ પંચાયતના સહયોગથી ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના ગામ ગામમાં પ્રભુ પર આશા રાખતા લોકોએ સૌનો સાથ સૌનો પ્રયાસને સાર્થક કર્યું છે

વીસ હજારથી વધુ વસ્તી ધરાવતા જોડીયાં ગામ સુખપર અને મદનપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ અને ભુજ મંદિરના શ્રી નરનારાયણદેવના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણા અને બંને ગ્રામપંચાયતો તથા ગામની દરેક સંસ્થાઓ, સંગઠનો સહિતના સમગ્ર ગ્રામજનોના સહયોગથી ગામમાં રખડતા ગોવંશ પકડવાનું અને સમગ્ર ગામની શેરીએ શેરીની સફાઇનું મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે .જેમાં 200 થી વધુ ગોવંશને પકડીને ટ્રોલી અને અન્ય સાધનો દ્વારા ગામની ગૌરક્ષણ સંસ્થામાં મોકલી અપાયાં છે…… ગૌ માતાને વિશેષ કાળજી અને સારવાર મળે તે માટે ગ્રામજનોએ સંતોના માર્ગદર્શન અને ગ્રામ પંચાયતના સહયોગથી ગૌમાતાઓને સાચે જ પોતાની માની ને એક અનુકરણી અને પ્રેરણાદાઈ પ્રશંસનીય પગલુંભર્યું છે. હવે આ ગ્રામજનો14 ઓગષ્ટે સંતોની આગેવાનીમાં સમગ્ર ગામના ભાઇઓ બહેનો અને યુવાનો રીતસર હાથમાં સાવરડા, ગમેલાં અને પાવડા લઈને સફાઇ માટે નીકળી પડશે. સૌને પ્રેરણાદાઈ અને ઉદાહરણરૂપ તેમની આ કામગીરી કાબીલેદાર અને અનુસરવા લાયક છે ત્યારે અચૂક કહેવું પડે કે જો જાગે જનતા તો રોગ પણ મુઠ્ઠી વાળી ભાગે…..

જિલ્લા વહીવટી તંત્ર અને સરકારના સહયોગથી ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી ગામના યુવાઓ અને લોકો કરી રહેલું આ પુણ્ય બિરદાવા લાયક છે .ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીના ગામ મા કરુણાનું આ ઝરણું અન્યને પણ પ્રેરણા આપશે એમ ભુજ મંદિરના શાસ્ત્રી સ્વામીશ્રી સૌનકજી એ આ કામને બિરદાવતા જણાવ્યું હતું .

ગ્રામજનો સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ ગામનાપ્રતિનિધિઓ સાથે સંકલન કરી 14 મી ઓગસ્ટે 3000 જેટલા લોકો સફાઈ ઝુંબેશ માં જોડાઈને અન્યને પણ ઉદાહરણરૂપ કામગીરી કરશે. હેમલતા પારેખ