દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ભૂતપૂર્વ PM કોરોના વેક્સિનના બે ડોઝ લઈ ચૂક્યા છે. તેમને સ્વદેશી કોવેક્સિનનો પહેલો ડોઝ 3 માર્ચ અને બૂસ્ટર ડોઝ 4 એપ્રિલના રોજ આપવામાં આવ્યો હતો. આ સ્થિતિને જોતાં તેઓ બીજો ડોઝ લીધાને 2 સપ્તાહનો સમય પૂરો કરી ચૂક્યા હતા.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ રવિવારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોનાનો સામનો કરવા માટે 5 સૂચનો આપ્યા હતા. તેમણે PM મોદીને પત્ર લખી યુરોપ અને અમેરિકામાં મંજૂરી ધરાવતી વેક્સિનનો દેશમાં ટ્રાયલની શરત વગર ઉપયોગ કરવા મંજૂરી આપવા કહ્યું હતું. આ સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં ઝડપ લાવવા તથા વિદેશી કંપનીઓ પાસેથી વેક્સિન મગાવવા માટે એડવાન્સ ઓર્ડર આપવાની પણ સલાહ આપી હતી.