શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે



7મી ઓગસ્ટ ના રોજ નર્મદાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમમા જોડાશે

રાજપીપલા, તા 23
ગુજરાતના
માધ્યમિક અને ઉ.મા. શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો હવે બીજા તબક્કાના આંદોલનના માર્ગેવળ્યાં છે.જેમાં 7મી ઓગસ્ટના રોજ નર્મદાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમમા જોડાશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષક સંઘ મહામંડલના આદેશઅનુસાર આદેશ કરતા જણાવ્યું છે કે
આથી અનુદાનિત માધ્યમિક અને ઉ.મા. જિલ્લા શહેર ઘટક સંઘોના
પ્રમુખ-મહામંત્રી અને હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને શિક્ષક ભાઈઓ અને
બહેનોને આદેશ આપવામાં આવે છે કે, આપણા અગત્યના મુખ્ય ચાર પડતર પ્રશ્નો:
(૧) પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબત.
(૨) સાતમાં પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચુકવવા સંદર્ભ–૨ થી જાહેરાત
કરેલ આમ છતાં અમોને છેલ્લાં ત્રણ વર્ષના હપ્તા રોકડમાં ચુકવાયેલા નથી. જે
તાત્કાલીક ચુકવવા રજૂઆત કરી છે

(૩)બિનશરતી ફાજલના કાયમી
રક્ષણના પરીપત્રમાં રહેલી વિસગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા
બાબત.
(૪) સી.પી.એફ. અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ. અને જૂની
પેન્શન યોજનાનો અમલ કરવા બાબતરજુઆત કરવામાં આવી હતી છતાં કોઈ પ્રશ્ન ન ઉકેલાતા હવે બીજા તબક્કા ના આંદોલનના ભાગ રૂપે
શાળા સમય પછી જિલ્લા શહેર મથકે કોવિડ–૧૯ ની ગાઈડલાઈનના ચુસ્ત
અમલ સાથે ધરણાં યોજવા બન્ને શિક્ષક સઘના મહામંડલેઆદેશ કર્યો છે તે મુજબ છે.
મૌન ધરણાંના સ્થળ અને સમય માટે જિલ્લા શહેર સંયુકત ઘટક સંઘના સંયુકત
લેટરપેડ પર જિલ્લા વહીવટી આવેલ સૂચના અને શરતોના ચુસ્ત પાલન સાથે “મૌન
ધરણાં” યોજવાનો આદેશ કર્યો છે.તે મુજબ 7મી ઓગસ્ટ ના રોજ નર્મદાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમ રાખેલ છે.જે મુજબ નર્મદાના શિક્ષકો પણ આ આંદોલન કાર્યક્રમ મા જોડાશે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા