*સંસદ ભવમાં રંજનની ગાડીને પોલીસે વિજય ચૌક પાસે રોકી*

કોંગ્રેસના હાજરજવાબી અને વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીની ગાડીને રોકવામાં આવી છે.સંસદ ભવન જતી વખતે રંજનની ગાડીને પોલીસે વિજય ચૌક પાસે રોકી લીધી હતી, જે બાદ તેમને સંસદ સુધી પગપાળા કરવી પડી હતી. પોલીસના આ પ્રકારના વલણથી અધીર રંજન ખૂબ નારાજ થયા છે. આ બાબતને લઈ તેઓ લોકસભામાં પણ ફરિયાદ કરશે.2020નું સ્ટીકર ન હોવાનો પોલીસનો દાવો, સંસદમાં ફરિયાદ કરશે સાંસદતેમણે આ અંગે જણાવ્યું હતું કે મારી ગાડીમાં સાંસદનું સ્ટીકર લગાવ્યું છે, જે 31 માર્ચ સુધી લોકસભા અધ્યક્ષે પરમિટ કર્યું છે તેમ છતાં પણ મારી ગાડીને વિજય ચૌક પર પોલીસ દ્વારા રોકી દેવામાં આવી હતી, અહીં મારે ચાલતા જ સંસદ ભવનમાં આવવું પડ્યું હતું. સવારથી હું બે વખત સંસદમાં આવી ચુક્યો છું, પોલીસે ગાડી રોકતા કહ્યું હતું કે, તમે આ ગાડીમાં સંસદ નહીં જઈ શકો કેમ કે તેમા 2020નું સ્ટીકર નથી લાગ્યું