*આમોદમાં પોલીસ હપ્તા લેવાનું બંધ કરે ના સૂત્રોચ્ચાર સાથે દારૂ બંધ કરાવવા અંગે રેલી યોજાઇ*

*શું આમોદ પોલીસ સ્ટેશન બુટલેગરો ચલાવી રહ્યા છે?*
આમોદ પોલીસની હદમાં આવતા અનેક ગામના લોકોએ આવી રેલીઓ કાઢી અને આંદોલન કરેલા છે છતાં બૂટલેગરોને પોલીસને કોઈ પણ જાતનો ફરક પડતો હોય તેવું લાગતું નથી આમોદ પોલીસની ખીસ્સા ભરો અને રાજ કરો ની નીતિ અનેક લોકોની જિંદગી તબાહ કરી રહી છે આમોદ પોલીસમાં બુટલેગર વિરુદ્ધ કોઈ એકલ દોકલ વ્યક્તિ ફરિયાદ કરવા જાય તો પોલીસ દ્વારા તે વ્યક્તિ હોય કે પત્રકાર ખોટા કેસમાં પૂરી દેવામાં આવે છે ગામ લોકો કહી રહ્યા છે કે શુ આમોદ પોલીસ સ્ટેશન બુટલેગરો ચલાવી રહ્યા છે? આ અંગે બુટલેગરો ખુલ્લેઆમ ચર્ચી રહ્યા છે કે જ્યાં સુધી અમારા પીએસઆઇ આમોદ પોલીસ સ્ટેશનમાં છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અમને જેલમાં પુરાવી શકે શું આ હકીકત સાચી છે?આ બુટલેગરના કહેવા મુજબ વાત સાચી પણ લાગે કેમ કે તાજેતરમાં જ બે પત્રકારો ઉપર ખોટા કેસો કરી બૂટ લેગરની ફેવર કરવામાં આવેલી અને બુટલેગરો દ્વારા પત્રકારને ગાળો આપવામાં આવેલી અને વીડિયો હોવા છતાં ફરિયાદ લેવામાં નહીં આવતા બુટલેગરની વાત સાચી જ લાગે કે તેઓનું જ આમોદ પોલીસ સ્ટેશનમાં રાજ છે બુટલેગરને દારૂના દૂષણથી કંટાળી ગયેલા ગ્રામજનો દ્વારા હાથમાં વિવિધ પ્લેકાર્ડ સાથે દેશભક્તિના ગીત સાથે રેલી કાઢવામાં આવેલ