*ભાજપના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ બાદ કોંગ્રેસ કાર્યકર્તા ગુમ થતા રાજકારણ ગરમાયું*

શહેરાના નાડા ગામના રંગીત પગીએ સુસાઈડ નોટમાં ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ તેઓ ગુમ છે. રંગીત પગીના આક્ષપોને કારણે હવે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. શહેરા ભાજપે ધારસભ્ય અને અધિકારીઓને સમર્થન આપ્યું છે. સાથે જ ભાજપના હોદ્દેદારો અ કાર્યકરોએ પણ સમર્થનના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં રંગીત પગીએ કરાયેલા આક્ષેપો નકાર્યા છે.શહેરામાં રંગીત પગી સુસાઈડ નોટ લખીને ગાયબ રંગીત પગીના આક્ષેપોને કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું ભાજપના કાર્યકરોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર ધરપકડથી બચવા માટે કોંગ્રેસ કાર્યકર ચિઠ્ઠી લખી ગાયબશહેરાનાં નાડા ગામનાં કૉંગ્રેસ કાર્યકર રગીતસિંહે ચિઠ્ઠીમા ધારાસભ્ય જેઠા ભરવાડ સામે આક્ષેપ કર્યા છે જે મામલે ધારાસભ્ય જેઠા ભરવાડે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચિઠ્ઠીમાં કરેલા આક્ષેપો ખોટા છે. ધરપકડથી બચવા માટે કોંગ્રેસ કાર્યકર ચિઠ્ઠી લખી ગાયબ થયા છે