રાજપીપલા જિલ્લા જેલમાં 18+વયના 26 જેટલાં કેદીઓનેકોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો

રાજપીપલા જિલ્લા જેલમાં 18+વયના 26 જેટલાં કેદીઓનેકોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો

રાજપીપલા, તા 9

નર્મદા જિલ્લા મા 18+ના યુવાનોને કોવીડ સામે રક્ષણાર્થે કોરોના વેક્સીન આપવાનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તેના ભાગ રૂપે જીતનગર ખાતે આવેલા રાજપીપલા જિલ્લા જેલમા આવેલા 18+ વયના 26 જેટલાં કેદીઓ ને ખાસ જેલમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી

ડો કે પી પટેલ અને અધિક આરોગ્ય અધિકારી ડો વિપુલ ગામીતના માર્ગદર્શન હેઠળ ખાસ આરોગ્ય વિભાગની ટીમજેલ ખાતે પહોચી ને કોવીડ ના ગાઈડ લાઈનનું પાલન કરીને 26જેટલાં કેદીઓને વેક્સીન આપવામાં આવી હતી.
જેમાં આરોગ્ય વિભાગના તબીબી અધિકારી મેઘાબેન દોશીના માર્ગદર્શન હેઠળ બંદીવાનોની તબીબી ચકાસણી બાદ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
જેમાં જેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ કેદીઓને રસી મુકાવી હતી. અને જણાવ્યું હતું કે જેલમાં કેદીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે આ વેક્સીન કેદીઓ માટે ખુબ ઉપયોગી થશે. આ વેક્સીન સુરક્ષિત છે અને કોઈ આડઅસર થતી નથી. તેથી દરેક 18થી વધુ વયના યુવાનોએ પણ વેક્સીન મુકાવવી જોઈએ એમ જણાવ્યું હતું.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા