*24 કલાકમાં 9 કેસ છતાં મોદીએ ધરપત રાખવાની આપી સલાહ, ભારતમાં કોરોના વાયરસના 12 કેસ*

કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ભારતમાં પણ તેના એક પછી એક નવા કેસ સામે આવતા લોકો ભયભીત થઇ ગયા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 12 કેસ સામે આવ્યા છે, આ તમામ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે અને તેમને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ દિલ્હી, નોઇડા, આગ્રામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ભારતમાં 24 કલાકમાં 9 કેસ સામે આવ્યા છે.