*કોરોનાનો કહેર વૈષ્ણોદેવી મંદીરને પણ નડ્યો*

કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે