*કોરોના વાયરસના ડર વચ્ચે મોદીએ પ્રથમવાર આપી આ પ્રતિક્રિયા*

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તૈયારીઓને લઇને સમીક્ષા કરી છે.મંત્રાલય અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે તેમજ તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. લોકોએ ડરવાની કોઇ જરૂર નથી તેમ પીએમ મોદીએ કહ્યું.