યુવતી ધાબે ગઈ ત્યારે પાછળથી જઈને યુવકે કર્યા અડપલાં. રામોલ પોલીસે પિન્ટુ દંતાણી નામના યુવકની કરી ધરપકડ.
ચા ની કીટલી ચલાવતા વ્યક્તિ પર ચપ્પુથી કરાયો જીવલેણ હુમલો
મણિનગર સ્ટેશન બહાર ચા ની કીટલી ચલાવતા જોગેન્દ્ર અરોરા પર હુમલો. સાગર નામના યુવકે ચા વાળા પાસે પૈસાની ઉઘરાણી કરતા પૈસા ન આપતા કરાયો હુમલો. મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.
20 ટકા નફો લેતા ભાગીદારે વેપારી સાથે કરી છેતરપીંડી. વેપારી બહારગામ જતા 150 ચેકમાં સહી કરીને ભાગીદારને આપ્યા હતા
શૈલેષ નામના ભાગીદારે સહી કરેલા ચેક વેપારીઓને આપી 35 લાખના માલની કરી ખરીદી. નવરંગપુરા પોલીસ સ્ટેશને નોંધાઇ પોલીસ ફરિયાદ.
હોટેલ ખોલવાનું કહીને મહિલા પાસેથી યુવકે 21 લાખ રૂપિયા પડાવ્યા
મહિલાએ પૈસા પરત માંગતા યુવકે હાથ પગ તોડી નાખવાની ધમકી આપી. જયેશ દેસાઈ નામના ઈસમ સામે નોંધાઇ છેતરપીંડીની ફરિયાદ. એલિસબ્રિજ પોલીસ સ્ટેશને નોંધાઇ ફરિયાદ.
સસરાની મિલકતમાં પત્નીને ભાગ આપવા મામલે જમાઈ પર થયો હુમલો
સસરાનું મોત થતા મિલકતમાં પત્નીને ભાગ આપવા મામલે કરાયો હુમલો. બે શખ્સોએ લાકડી અને ચપ્પુ વડે જમાઈ પર હુમલો કર્યો. બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે નોંધાઇ ફરિયાદ.
વેપારીને વ્યાજના પૈસા ન આપવા બદલ ધમકી આપનારા બે શખ્સો સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.
દિવાની કેસ ચાલતો હોવા છતાંય શખ્સોએ મકાન પર બુલડોઝર ફેરવી સામાન ફેંકી દેતા મહિલાએ વટવામાં નોંધાવી ફરિયાદ.