*અમદાવાદ અનોખુ સ્માર્ટ સીટી લોકોને પીવાના પાણી માટે પણ ફાંફાં*

ભલે સ્માર્ટ સીટી કહેવાય. પરંતુ આજે પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધા પુરતા પ્રમાણમાં મળતી નથી. અનેક વિસ્તારમાં વિવિધ પ્રકારની પ્રાથમીક સુવિધાને લઇ ફરિયાદ જોવા મળી રહી છે ત્યારે લાંભાના રહીશોએ નારોલ ખાતે આવેલી કોર્પોરેશનની કચેરીએ હોબાળો કર્યો હતો.પાણીની તંગી પ્રદૂષિત પાણી ઉભરાતી ડ્રેનેજ ખરાબ રસ્તા જ્યોતિનગર, રાજનગર, વિજય નગર, રંગોલી નગરમાં પીવાના પાણીની સમસ્યાદેખાવ કરી રહેલા આ છે અમદાવાદના લાંભા વોર્ડના રહીશો. તેઓ સ્માર્ટ સીટીમાં તો રહે છે પરંતુ તે કહેવા પુરતુ છે.કારણકે તેમના વિસ્તારમાં પ્રાથમીક સુવિધા પણ પુરતા પ્રમાણમા મળતી નથી. આથી કામ-ધંધો છોડીને અહીંના રહીશોએ દેખાવો કરવાની ફરજ પડી છે. લાંભા વિસ્તાર દસ વર્ષ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની હદમા ભળ્યો હોવા છતા તંત્ર લોકોની જરૂરીયાત પુર્ણ કરી શક્યુ નથી