**જીએનએ અમદાવાદ: અમદાવાદના રમત – સંકુલ ખોખરા ખાતે ગુજરાત સરકારના રમત – ગમત યુવા, સાંસ્કૃતિક વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને જિલ્લા રમત – ગમત અધિકારી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષા શાળાકીય અંડર – ૧૯ લોન ટેનિસ ત્રિ-દિવસીય સ્પર્ધા નો આજે તારીખ ૨૨.૧૨.૨૦૨૧ થી આરંભ થયો.
આ સ્પર્ધા અંતર્ગત ૧૯ જિલ્લામાંથી ૯૫ ભાઈઓએ અને ૧૧ જિલ્લામાંથી ૫૫ બહેનોએ ભાગ લીધો છે.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના D.S.O શ્રીશૈલેષ રાઠોડ , સીનીયર કોચ શ્રી અનિરૂધ્ધભાઈ દેસાઈ, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સહાયક માહિતી નિયામક શ્રી લાલજી ભાઈ ચાવડા , સિનિયર સબ એડિટર શ્રી અમિતસિંહ ચૌહાણ, અમદાવાદ શહેર વ્યાયામ શિક્ષક મંડળ પ્રમુખ શ્રી પ્રતાપસિંહ ઝાલા, જીલ્લા રમતગમત અધિકારી શ્રી શૈલેશ રાઠોડ, સીનીયર કોચ, અમદાવાદ શ્રી અનિરુદ્ધભાઈ દેસાઈ, શ્રી સત્યજીત વ્યાસ, શ્રી રાજન ગોહિલ, શ્રી ચિંતનભાઈ, સુ.શ્રી. વંદનાબેન તદ્દઉપરાંત તમામ અમદાવાદ શહેર વોર્ડ મંત્રી શ્રી સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા………………