એ.સી.બી.ની સફળ ટ્રેપ

.સી.બી.ની સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : (૧) સાગર ચતુરભાઇ ભેસાણીંયા, રેવન્યુ તલાટી, મજુરા, સુરત વર્ગ-૩
(૨) હિરેનકુમાર ગોસાઇભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ)

ગુનો બન્યા : તા.૨૧/૦૯/૨૦૨૧

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૩૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૩૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૩૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ : મજુરા રેવન્યુ તલાટીની ઓફિસની બાજુમાં આવેલ શૌચાલયમાં, બીજા માળે, મામલતદાર અને એક્યુઝીટીવ મેજીસ્ટ્રેટની કચેરી, અઠવાલાઇન્સ, સુરત

ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીશ્રીના પત્નીએ વડીલોપાર્જીત જમીનમાં વારસાઇ કરવાની હોવાથી તે અંગે પેઢીનામુ કરવા માટે મજુરા રેવન્યુ તલાટીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવામાં આવેલી હતી. જે અંગેનું પેઢીનામું આરોપી નં.(૧) દ્વારા તા.૨૬/૦૮/૨૦૨૧ના રોજ તૈયાર કરવામાં આવેલ. જે અસલ પેઢીનામુ આપવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે આરોપી નં.(૧) અને આરોપી નં.(૨) નાઓએ રૂબરૂ મળી રૂ.૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને આરોપી નં.(૧) નાઓએ લાંચની રકમ આરોપી નં.(૨) નાને આપવાનું પણ ફરીયાદીશ્રીને જણાવેલ.
જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતાં ન હોય, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત નાઓનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂા.૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, તેમજ આરોપી નં.(૧) અને આરોપી નં.(૨)નાઓએ રુબરૂમાં વાતચીત કરી, આરોપી નં.(૧)નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી, બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પકડાય જઇ ગુનો કરેલ છે.

નોંધ : ઉપરોક્ત આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારી : શ્રી આર.કે.સોલંકી, પો.ઇન્સ., સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે., સુરત તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી : શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.